મનમોહન રે, સુંદર મૂરતિ તમારી, છે જીવનદોરી અમારી ૧/૧

મનમોહન રે, સુંદર મૂરતિ તમારી, છે જીવનદોરી અમારી;
	હરખું છું રે, અંતર માંહિ ઉતારી, વાલા સ્નેહ વડે સંભારી...મન૦ ટેક.
શિર પાઘ પ્રીતમજી પેચાળી, છોગાની છટા રૂપાળી;
	તોરે ફૂલતણે હદ વાળી, નટવરજી રે, રીઝું હૃદયામાં ધારી...છે જીવન૦ ૧
મુખડાની રે, છબી છે ચંદ્ર સમાન, કરે જોતામાં ગુલતાન;
આંખડલી રે, જાણે પદમનું પાન, રંગીલી રૂપ નિધાન;
	મુખ હાસ્ય કરો હરિ જ્યારે, દિસે દંત દાડમ કળી ત્યારે;
	મને મનમાં મોદ વધારે, છે ભ્રકુટી રે, કાજુ કામણગારી...છે જીવન૦ ૨
રેશમનો રે, રાતો જામો પહેરી, ખભે શેલું ધર્યું સોનેરી;
બની શોભા રે, હારની કંઠે ઘણેરી, હરખું છું તેને હેરી;
	બાંહ્યે બાજુ જડિયલ નંગ, હાથે હેમકડાં સોરંગ;
	ઉર ઉપજે જોઈ ઉછરંગ, કટી શેલું રે, બાંધ્યું શામ સમારી...છે જીવન૦ ૩
ભરગચ્ચીનો રે, સરસ ધર્યો સુરવાલ, તેમાં રેશમ નાડી રસાળ;
પદ ઝાંઝર રે, ઝળકે ઝાક ઝમાળ, ગતિ જોઈને લાજે મરાળ;
	ઊર્ધ્વરેખા ચરણે જોઈ, દુ:ખ નાંખું સઘળાં ખોઈ;
	રાખું ચિત્ત વિષે નિત્ય પ્રોઈ, આવો મળવા રે, વેગથી વિશ્વવિહારી...છે ૦ ૪
 

મૂળ પદ

મનમોહન રે, સુંદર મૂરતિ તમારી, છે જીવનદોરી અમારી

મળતા રાગ

ગિરધારીની ગરબીનો

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જેમીશ વિઠ્ઠાણી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


મનોહર મૂર્તિ
Studio
Audio
8
7