મારો ભુલકણો સ્વભાવ, તમે સહન કરો છો માવ૪/૪

મારો ભુલકણો સ્વભાવ, તમે સહન કરો છો માવ,
સહન કરો છો માવ, મારો ટાળોને સ્વભાવ...ટેક.
વારે વારે કરુ છું ભૂલ, તારા વચનનું નથી મૂલ,
વચનનું નથી મૂલ, તેથી થાય છે મારે ભૂલ...મારો૦ ૧
તમે કરોને કાંય ઉપાય, મારું જીવન સુધરી જાય,
જીવન સુધરી જાય, હરપળ સ્મૃતિ તમારી થાય...મારો૦ ૨
જ્ઞાનજીવન તમારું નામ, બસ રટ્યા કરે આઠો જામ,
રટ્યા કરે આઠો જામ, એવું કરોને શ્રીઘનશ્યામ...મારો૦ ૩

મૂળ પદ

મારી હરપળ ભૂલો થાય, મને માફ કરો હરિરાય

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી