મૂર્તિ મનોહર તારી સુંદરવર સાંવરિયા૧/૧

મૂર્તિ મનોહર તારી સુંદરવર સાંવરિયા

રાખું હૃદયમાં ધારી, સુંદરવર સાંવરિયા... °ટેક

વદનકમળની શોભા સારી, અધર લાલ ગુલાબી... સુંદરવર° ૧

ભાલે તિલક રૂડું સુંદર શોભે, નયનો અતિ જાદુગારી... સુંદરવર° ૨

માથે મુગટ ને કાનમાં કુંડળ, હૈડે હાર હજારી... સુંદરવર° ૩

ખંભાતી ખેસ ને જરિયાની જામા, પીળા પીતાંબરધારી... સુંદરવર° ૪

રેશમી કરમાં રૂમાલ રાજે, વેઢને વીંટીઓ રૂપાળી... સુંદરવર° ૫

ચરણકમળમાં ચાખડી ચમકે, ચાલ જગતથી ન્યારી... સુંદરવર° ૬

શ્યામ સુંદરની શોભા અતિ સારી, દાસ છગન જાય વારી... સુંદરવર° ૭

મૂળ પદ

મૂર્તિ મનોહર તારી સુંદરવર સાંવરિયા

રચયિતા

છગનદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીચરણદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Live
Audio
0
0