અનંત કોટિ વંદન હો જગતાતને, ૧/૧

 અનંત કોટિ વંદન હો જગતાતને,

સર્જ્યા કેવા સ્થાવર જંગમ જીવ જો
પશુ પક્ષીઓ જળચર, માનવ જાત જો,
વૃક્ષ વેલીને વનસ્પતી જે સજીવ જો…             અનંત
પોષણ કરવા પ્રભુજીએ પ્રગટાવ્યા
પવન પાણીને અગ્નિ કેરા દેવ જો
જડ ચેતનનાં જીવનને વિક્સાવિયા
વિના મૂલ્યથી પોષે છે જ સદૈવ જો…              અનંત
અગાધ શક્તિ કેવી સર્જન હારની
ઘટ ઘટમાં વ્યાપીને રહે સદાય જો
અણું અણુંમાં કળા રહી કીરતારની
યથાર્થ મહિમા કહ્યો ન એનો જાય જો…           અનંત
રચના અદભુત ચૌદ લોકની છે કરી
વેદ પુરાણે વર્ણન કીધો સર જો
અનંત બ્રહ્માંડો ઉપજાવ્યા શ્રી હરિ
ભાવ બ્રહ્માદિક પામે નહિ એ પર જો            અનંત
શુક શારદ નારદ સનકાદિક સ્નેહથી
સદા કરે છે પ્રભુ તણા ગુણ ગાન જો
મનમોહન નિત પ્રેમે નવલા નેહથી
નિત્ય કરે છે ગુણગંગામાં સ્નાન જો…              અનંત
( સવંત ૨૦૧૨ મહા શુદ્ -૭ શનિવાર )
 

મૂળ પદ

અનંત કોટિ વંદન હો જગતાતને,

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી