આવ્યા સહજાનંદ સુખકારી. અમદાવાદમાં રે૧/૪


આવ્યા સહજાનંદ સુખકારી. અમદાવાદમાં રે; સરવે અવતારના અવતારી. અમદાવાદમાં રે.
સુણીને સામા હરિજન આવ્યા. અમદાવાદમાં રે.મોંઘે મોતીડે વધાવ્યા. અમદાવાદમાં રે.
વાજે વાજાં હરિને આગે. અમદાવાદમાં રે.સુણતાં જન તણાં દુઃખ ભાગે. અમદાવાદમાં રે.
ભેરી ભુંગલ ને શરણાઇ. અમદાવાદમાં રે.વાગે પડધમ ઉમંગ માંય. અમદાવાદમાં રે.
મૃદંગ ઝાંઝનો ઝમકાર. અમદાવાદમાં રે.ઢોલ ત્રાંસાનો નહિ પાર. અમદાવાદમાં રે.
વાગે ડંકો ઉડે નિશાન. અમદાવાદમાં રે.થાય ગવૈયાના ગાન. અમદાવાદમાં રે.
ઘુમે ઘોડાની ઘમસાણ. અમદાવાદમાં રે.થયું શહેરમાં સૌને જાણ. અમદાવાદમાં રે.
ધાયા જન સૌ કરતા શોર. અમદાવાદમાં રે.હેતે જોવા ધર્મકિશોર. અમદાવાદમાં રે.
ગોખ ઝરૂખે બેસી નારી. અમદાવાદમાં રે.નિરખે નેણેથી મોરારી. અમદાવાદમાં રે.
મુરતિ મોહનની મન ભાવે. અમદાવાદમાં રે.રૂડા પુષ્પેથી વધાવે. અમદાવાદમાં રે. ૧૦
રોઝે ઘોડે શોભે શ્યામ. અમદાવાદમાં રે.જોઇને લાજે કોટિક કામ. અમદાવાદમાં રે. ૧૧
થાય બે બાજુ ચમર. અમદાવાદમાં રે.શોભે સોનાનું છતર. અમદાવાદમાં રે. ૧૨
આગળ બોલે છે ચોપદાર. અમદાવાદમાં રે.જય જય જન કરે ઉચ્ચાર. અમદાવાદમાં રે. ૧૩
સાહેબ બે આવ્યા છે સામા. અમદાવાદમાં રે.એરણ દુર્લભ એવે નામા. અમદાવાદમાં રે. ૧૪
ટોપી ઉતારીને હાથ. અમદાવાદમાં રે.નમ્યા ચરણે આવી માથ. અમદાવાદમાં રે. ૧૫
સૌને દેતા દર્શન દાન. અમદાવાદમાં રે.આવ્યા મંદિરમાં ભગવાન. અમદાવાદમાં રે. ૧૬
દરવાજાની શોભા સારી. અમદાવાદમાં રે.ગોખ ઝરૂખા શોભે ભારી. અમદાવાદમાં રે. ૧૭
જોઇને રાજી થયા અવિનાશ. અમદાવાદમાં રે, તેના ઉપર કીધો વાસ. અમદાવાદમાં રે. ૧૮
ઘણું રહીને ત્યાં ઘનશ્યામ. અમદાવાદમાં રે.કર્યા જનના પૂરણ કામ. અમદાવાદમાં રે. ૧૯
બદ્રીનાથ કહે બહુ વાર. અમદાવાદમાં રે.કરી લીલા અપરમપાર. અમદાવાદમાં રે. ૨૦
 



 

મૂળ પદ

આવ્યા સહજાનંદ સુખકારી. અમદાવાદમાં રે

રચયિતા

બદ્રીનાથદાસ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0