પાતળિયો પ્રાણ થકી સહુને પ્યારો, બાળ મલી ખેલાવે ધર્મ દુલારો ૪/૫

પાતળિયો પ્રાણ થકી સહુને પ્યારો, બાળ મલી ખેલાવે ધર્મ દુલારો...ટેક.
સખા મળી શ્યામને લઈ ગયા વન, અતિ ઘણું ઝાડે કરીને સઘન;
			તેમાં એક આંબો છે દૈંયો પાવન...પાત૦ ૧
જમ્યા તેનાં ફલ કરીને હુલ્લાસ, સખા સંગે શ્યામ કરે બહુ હાસ;
			આવ્યો કાલીદત્ત તેનો કર્યો નાશ...પાત૦ ૨
રમ્યા જીઆ એપલી પેપલી શ્યામ, લાગ્યો ખાંપો સાથળમાં તે ઠામ;
			પડયું તેનું ખાપા તલાવડી નામ...પાત૦ ૩
કૂવો એક ભૂતિયો શોભા અપાર, કર્યો તેને ગંગા-ગોમતીને હાર;
			બદ્રીનાથ કે નાય તે પામે પાર...પાત૦ ૪
 

મૂળ પદ

છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ, ભાવે કરી ભક્તિ ધરમને ધામ

મળતા રાગ

આશાવરી

રચયિતા

બદ્રીનાથદાસ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
છપૈયાપૂરમાં
Studio
Audio
0
0