ઉભા રહો ઉભા હરિ ઉભા રહોને ઉભા હાલ્યા ક્યાં હેતાળું નાથ છોડી મારો હાથ ૧/૧

 

ઉભા રહો ઉભા હરિ ઉભા રહોને ઉભા, 
હાલ્યા ક્યાં હેતાળું નાથ છોડી મારો હાથ... ટેક.
તમને જોઇને હરિ દિવસો વિતાવું છું, 
તમારે દર્શને વાલા નિત્ય નિત્ય આવુ છું;
તમારા વિનાનું જીવન કેમ રે જીવાશે... હાલ્યા૦ ૧
બોલોને બાપલિયા તમે શું પડી છે ભૂલ મારી, 
બતાવો તો શ્રીહરિજી લઉ તરત સુધારી;
મૂકીને ન જાશો શ્રીજી રડતા આ દાસને... હાલ્યા૦ ૨
કૃપા તમે કરી તેથી પામ્યા સુખ અમે હરિ, 
તમારે પ્રતાપે શ્રીજી બેઠા છીએ હવે ઠરી;
નહિ તો હતા અમારે ઉધામાં દિનરાત રે... હાલ્યા૦ ૩
જ્ઞાનજીવન કહે વાલા સુણો શ્રીજી કાલાવાલા, 
દાસ કેરો દાસ હું તો રહિશ સદાય વાલા;
પ્રીતલડી અમારી મારા નાથજી નિભાવજો... હાલ્યા૦ ૪

મૂળ પદ

ઉભા રહો ઉભા હરિ ઉભા રહોને ઉભા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0