શ્રીજી દયા કરો, અરજી ઉર ધરો દર્શન વિના દુઃખિયા દાસ રે..ડોલરિયા ૧/૧


શ્રીજી દયા કરો, અરજી ઉર ધરો, 
દર્શન વિના દુઃખિયા દાસ રે..                   ડોલરિયા૦ ૧
આંખે આંસુ ઝરે, ચિત્ત ચરચરે, 
નથી રે જાતા દિન ને રાત રે..                    ડોલરિયા૦ ૨
કેમ પ્રભુ રુઠ્યા, ભાગ્ય મારા ફૂટ્યા, 
સ્વપ્નામાં પણ તમે ના'વો રે..                     ડોલરિયા૦ ૩
કાળજુ કોરાય છે, મનડું મોરાય છે, 
જોતા વાટડી જનમ જાય રે..                     ડોલરિયા૦ ૪
કિયા ભવના પાપ, નડે છે મા-બાપ, 
અળગા રહ્યાં અવિનાશ રે..                      ડોલરિયા૦ ૫
શું હવે કરુ, કિયાં જઇ ઠરૂ, 
ઠરવાનું ઠામ મારે શ્યામ રે..                      ડોલરિયા૦ ૬
કોને મારે કહેવું, કેમ કરી સહેવું, 
શ્રીજીથી શેણે છેટે રહેવું રે..                      ડોલરિયા૦ ૭
કેદિ પામું દર્શન, તલખે છે નિત્ય મન, 
દુઃખી થઇને કાઢુ દન રે..                          ડોલરિયા૦ ૮
આવો વાલા આવો, સંતાપ શમાવો, 
જ્ઞાનને દિયો દર્શન લ્હાવો રે..                   ડોલરિયા૦ ૯

 

મૂળ પદ

શ્રીજી દયા કરો, અરજી ઉર ધરો

મળતા રાગ

સોનલા વાટકડી ને રૂપલા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીજી દયા કરો
Studio
Audio
0
0