ઓ ફૂલડા પહોંચ્યા તમે પ્રભુ પાસ જો મને મુકીને એકલો નિરાશ જો...ઓ ફૂલડા ૧/૧

 

ઓ ફૂલડા પહોંચ્યા તમે પ્રભુ પાસ જો, 
મને મુકીને એકલો નિરાશ જો... ઓ ફૂલડા૦ ટેક.
ચરણ સ્પર્શીને તમે શ્રીજીને નમિયા, 
ગુચ્છ બનીને તમે ગોવિંદને ગમિયા, 
હું તો રહ્યો છું એકલો ઉદાસ રે... ઓ ફૂલડા૦ ૧
તોરા બનીને તમે પાઘડીમાં ઝૂમિયા, 
શ્રીજીના કાને બેસી ગાલ તમે ચુમિયા, 
રહી એમનામ મુજ મન પ્યાસ રે... ઓ ફૂલડા૦ ૨
હરિના હૈયા કેરો હાર તમે બનીયા, 
વાલાની કોટે તમે કર્યા થનગનીયા, 
રહ્યાં એમનામ મુજ બાહું પાસ રે... ઓ ફૂલડા૦ ૩
હરિએ હેતે કરી ઝાલી લીધા હાથમાં, 
ફોરમ આવી તમારી હરિજીને કામમાં, 
મારી કેદી જાશે વાસના કુવાસ રે... ઓ ફૂલડા૦ ૪
કોમળ સુવાસ શીત રૂપાળા રંગમાં, 
એવા જાણી હરિએ ધાર્યા છે અંગમાં, રાખ્યા છેસંગમાં, 
મગે જ્ઞાન એવા ગુણો તમ પાસ રે... ઓ ફૂલડા૦ ૫

મૂળ પદ

ઓ ફૂલડા પહોંચ્યા તમે પ્રભુ પાસ જો

મળતા રાગ

હો પ્રીતડી બાંધતા રે બંધાયના

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી