એકવાર વાલા, ધર્મના લાલા, આવજો મારે ઘેર રે આજ ને આજ, શ્રી મહારાજ, આવજો મારે ઘેર રે ૧/૧

 એકવાર વાલા, ધર્મના લાલા, આવજો મારે ઘેર રે;
	આજ ને આજ, શ્રીમહારાજ...આવજો૦ ટેક.
કેટલાય દિનથી વાટ જોઉં છું, તમને સંભારીને રોજ રોઉં છું;
	દિલના દયાળુ દયા કરીને...આવજો૦ ૧
વાલા વિયોગે દિવસો વિતાવું, તમારે દેશે હું કેમ કરી આવું;
	પધારોને પ્યારા પ્રેમે કરીને...આવજો૦ ૨
જ્ઞાનજીવન કહે રાજી રહેજો, કહેવું ઘટે તે સુખેથી કહેજો;
	આધાર  મારે એક જ તમે...આવજો૦ ૩ 
 

મૂળ પદ

એકવાર વાલા, ધર્મના લાલા, આવજો મારે ઘેર રે

મળતા રાગ

ધીરજ ધર તું, અરે અધીરા...

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી