આપે અનેક ઉઘાર્યા સતસંગથીરે, ૪/૪

આપે અનેક ઉઘાર્યા સતસંગથીરે,

કંઇ પતિત ઉતર્યા ભવ પાર્ય રે, સંતના સમાગમથીરે,
તેનો પાર ન લહે કોઇ લેખતાંરે, એને અગમ નિગમ કે' અપારરે,     સ,
શુક નારદ તે સુખી થયા સંતથીરે, સર્યાં સનકાદિકનાં સર્વે કામરે,     સ,
વળી વાલમીક વ્યાસની વારતારે, જેનું પ્રસિદ્ધ છે પુરાણમાં નામરે.          સ.
ઉદ્ધવ અક્રુર અર્જુન આગળેરે, ગાયા ગીતામાં ગોવિંદે જેના ગુણરે,            સ.
કાંતો સંત મળે કે મળે શ્રીહરિ રે, તેહ વિના તર્યો છે કોને કોણરે,                 સ,
ધ્રુવ અંબરીશ પ્રહલાદ સુખ પામીયારે, વિભીષણની ભાગીછે કાંયે ભ્રાંતરે,સ,
અજામેલ આદિક અધમ ઉધર્યારે, ખગ મૃગને ખેવટની જાત્યરે,                સ
ગજ ગીધ ગણિકા આદિ ગણિયેરે, ભાવે ભીલડીને ભેટ્યા ભગવાનરે,        સ,
વળી વિદુર સુદામો સુખ પામીયારે, કેવા નથી કોઇ સંતને સમાનરે,          સ,
વળી અનેક ઉધર્યા ને ઉધરશેરે, આજ સમે જન ઉધરે છે એમરે,                 સ,
કહે નિષ્કુળાનંદ એ નિશ્રે કરીરે, અન્ય ઉપાય નહિ તે કહું કેમરે.                    સ.

 

મૂળ પદ

સંત લક્ષણ કહે હરિ હેતસુંરે, સુણો ઉદ્ધવ એક મન ચિતરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી