આજ આંનદ સિંધુ ઉલટ્યા, પ્રગટ્યા તે પૂરણાનંદરે, ૧/૪

 ભક્તિ જોઇને વ્રજ નાર્યની એ ઢાળ છે.

આજ આંનદ સિંધુ ઉલટ્યા, પ્રગટ્યા તે પૂરણાનંદરે,
દરશને દુઃખ મટી ગયા, આવ્યો છે અંતરે આંનદરે,
પરસતાં પાપ પરા પાળ્યા, ટાળ્યા છે કોટિક કર્મરે,
જન્મ મરણ ભય ભાગી ગયો, સમજાવ્યો સદ્‌ગુરુજીએ મર્મરે,
આશ્રર્ય વાત છે અતિ ઘણી, સમજે તે સંત સુજાણરે,
અટપટું લાગે છે અન્યને, પર મત પણ કરે છે પ્રમાણરે,
બુદ્ધિની હદમાં હાલતા, મનમાં મુઝાણાં છે મોટારે,
આ પદ ન શક્યા ઓળખી, ગડબડ વાળે છે ગોટારે,
જથારથ તે ત્યારે જાણશે, આણશે મહાપ્રભુ મેર્ય રે,
નિષ્કુળાનંદ આંનદની, આવશે તે વારે લેર્યરે.
 

મૂળ પદ

આજ આંનદ સિંધુ ઉલટ્યા, પ્રગટ્યા તે પૂરણાનંદરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી