હરિ ગુરુદેવે દયા કરી, આપી છે કાંઇ આજ્ઞા એહરે ૧/૮

બોલો બોલો રે જોગી બાલુડા..એ રાગ.

ભકિત જોઇને વ્રજ નારની, એ ઢાળ છે.
હરિ ગુરુદેવે દયા કરી, આપી છે કાંઇ આજ્ઞા એહરે.હ.
ગોવિંદના ગુણ ગાવા ગરજી, જન જાણો જીવતવ્ય એહરે.હ.૧
શેષ રટેરે સહસ્ર મુખથી, જુગલ જીભ્યાએ આઠું જામરેઃ
એકરે જીભ્યાના જે કોઇ જન છે, તેને કેમ પામવો વિરામરે.હ.ર
જયાં લગીરે જીવતવ્ય જનનું, રહે દેહ પિંડમાં પ્રાણરે.
ગુણલા ગાવારે ગુરુદેવના, વારંવાર કરીને વખાણરે.હ.૩
સગુણ મૂરતિ જે મહારાજની, નરતન ધરી ફરે નાથરે.
તેહના ચરિત્ર ચિતે ચિંતવી, સદાય ગાવા તે ગુણગાથરે .હ.૪
એહ જપતપ ને તિરથ છે, એ છે કાંઇ સમરણ ધ્યાન રેઃ
નયણે નિરખી રૂપ નાથનું, જનને કરવું ગુણગાનરે.હ. પ
વિસ વસા જો એક વાત છે, સાંભળજો સગુણ ઉપાસીરેઃ
નિષ્કુળાનંદ કહે નાથના, ગુણ ગાવા અમને એ આસિરે.હ. ૬

મૂળ પદ

હરિ ગુરુદેવે દયા કરી, આપી છે કાંઇ આજ્ઞા એહરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0