સહજાનંદ ચંદ હું ચકોર છઉ, જોઇ રહી જીવન પ્રાણરે ૪/૮

સહજાનંદ ચંદ હું ચકોર છઉ, જોઇ રહી જીવન પ્રાણરે,

વચન અમૃત લાગ્યાં વરસવા, સિંચે વળી શામળીયો સુજાણરે.સ.

પૂરણ કીધીરે રસ પાઇને, શિતળ થયું છે સર્વે અંગરે.

તનડાની તપત્ય ટળીગઇ, મટી ગયા અંગથી અનંગરે.સ. ર

અમર કીધારે આજ અમને, મરવું ને ફરવું મટ્યું તેહ રે.

પીયુષ પીયુના પરતાપથી, આશ્ચર્ય નથી કોય એહરે .સ. ૩

કોટ મયંક મયે મૂરતિ, સંત ચિત ચકોર તે ચાહેરે.

કમોદી વદન રહ્યું વિકસી, અંતરમાં આનંદ ન માય .સ.૪

ઉડગણ સંત લાગા ઉપવા, શશી સ્વામી દેખી કળા સોળરે.

કામ ક્રોધ તસ્કર ત્રાસિયા, ઉજાસ જોડીયો છે અતોલરે.સ. પ

પ્રગટ પ્રતાપ જો જણાવીયો, જંબુક જીવનું સિયું જોરરે.

નિષ્કુળાનંદના નાથજી, આનંદ ચંદ મૂરત્ય કિશોરરે.સ. ૬

મૂળ પદ

હરિ ગુરુદેવે દયા કરી, આપી છે કાંઇ આજ્ઞા એહરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
2
0