મારે મોહન સંગે મેલાપ, આનંદ આવ્યેછે.૧/૮

મારે રામાનંદ સ્વામીનું રાજ. એ ઢાળ.

મારે મોહન સંગે મેલાપ, આનંદ આવ્યેછે.

હવે શિદને સયેં સંતાપ. આ. ૧

મારે વર અલબેલો આપ. આ. બીજા પુરુષોએ સંતાપ. આ.ર

એવો ઠીક કર્યો અમે થાપ. અ. તેનો કેદિ ન થાય ઉથાપ. આ. ૩

સારું માનો કોયે દિયો સરાપ. આ. મુને લાગે નહિ પૂન્ય પાપ. આ.૪

મારા સમી ગયા તન તાપ. આ. મારા પીયુતણે પરતાપ. આ.પ

અમે જપ્યું નહિ અન્યજાપ. આ. સહજાનંદ સોયં હરિ આપ. આ.૬

જેનો સર્વે વિશ્વમાંહિ વ્યાપ. આ. ઘટઘટમાં દિયે જબાપ. આ. ૭

એણે આપ્યું સુખ અમાપ. આ. કહે નિષ્કુળાનંદ આલાપ. આ. ૮

મૂળ પદ

મારે મોહન સંગે મેલાપ, આનંદ આવ્‍યેછે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0