જીરે આજ મારે આનંદ અપાર, પધાર્યા પીયું પ્રીતસું૨/૮

જીરે આજ મારે આનંદ અપાર,  પધાર્યા પિયું પ્રીતસું.
જીરે ધન્ય ધન્ય ઘડી ધન્ય વાર.  પધાર્યા પિયું પ્રીતસું.૧
જીરે આજ હૈયે હરખ ન માય.  પ.
જીરે આનંદ મારે ઉભરાણો જાય.  પ.ર
જીરે હતી મારા હૈડામાં હામ.  પ.
જીરે આજ મારાં સરીયાં સરવે કામ.  પ.૩
જીરે ઘણે દાડે આવ્યા મારે ઘેર.  પ.
જીરે મુજપર કરી મોટી મેર.  પ.૪
જીરે સુંદવર છે શામલિયો સુધિર.  પ.
જીરે હરખે ભર્યા છે હલધર વીર. પ.પ
જીરે શામ જોઇ હું થઇ છું સાનાથ.  પ.
જીરે વર વાલો નિષ્કુળાનંદનો નાથ.  પ.૬ 

મૂળ પદ

જીરે અલબેલાસું બાંધી બાઇ બેલ, સ્‍નેહિ મારે શામળો.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી