જીરે ધન્ય ધન્ય શિયા સરિખી વાત, અલબેલો ઘેર આવિયા૩/૮

જીરે ધન્ય ધન્ય શિયા સરિખી વાત,  અલબેલો ઘેર આવિયા.
જીરે આજ વુઠા અમૃત્યે વરસાત.  અલ.૧
જીરે આજ વળી રંગડાની રેલ.  અ.
જીરે આનંદ ભર્યા આવ્યા અલબેલ.  અ.ર
જીરે આજ મારે આંગણિયે ઉજાસ.  અ.
જીરે આજ મારો ઓપે છે આવાસ.  અ. ૩
જીરે આજ મારે દિવાળીનો દન.  અ.
જીરે જીવત મારું માનું ધન્ય ધન્ય.  અ. ૪
જીરે આજ ઢાળો ઢળીયો અનુપ.  અ.
જીરે સેજે આવ્યા સુંદર શામ સ્વરૂપ.  અ.પ
જીરે નવલવરને જોઇ ઠરીયાં નેણ.  અ.
જીરે નિષ્કુળાનંદનો સ્વામી સેણ.  અ. ૬ 

મૂળ પદ

જીરે અલબેલાસું બાંધી બાઇ બેલ, સ્‍નેહિ મારે શામળો.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી