જીરે સાચા સનેહી છો શામળા, જન્મો જન્મના છો જીવનરે ૩/૪

જીરે સાચા સનેહી છો શામળા, જન્મો જન્મના છો જીવનરે. શામળિયા વાલા મેર રાખો છો મુજ ઉપરે.
જીરે દયા આણી છે દીન જાણીને,ભુધર ભાવે આવ્યા છો ભુવનેરે.  શા.૧
જીરે મીઠડું બોલોછો મુખથી, વળી વાલા વાલપ્યના વેણરે.  શા.
જીરે હસિને હેરો છો હેતસું, વળી નેહનાં દેખાડો છો નેણરે.  શા.ર
જીરે કૃપા કરિને તમે કાનજી, અલબેલા આવો છો અમ પાસરે. શા.
કરુણા કહીયે તમારી જો કેટલી, આવી પુરો અમારી આસરે.  શા.૩
જીરે અવગુણ વિસારી અમ તણા, સદા સુખ આપો છો રઇ સાથરે.  શા.
જીરે પોતાના જાણી પ્રિતે પાતળિયા, વાલા નિષ્કુળાનંદના નાથરે.  શા.૪ 

મૂળ પદ

જીરે ઓરા આવોને અમ પાસલે, સારા સજી શોભિતાં શણગારરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી