સુંદરવર તોરણે પધાર્યારે, જનમન નવલા નેહ વધાર્યા રે ૧/૧

પિઠિ ચોળો પિઠિ ચોળો પિતરાણિરે, એ ઢાળ.

સુંદરવર તોરણે પધાર્યારે, જનમન નવલા નેહ વધાર્યા રે,

વાજિંત્ર વાજેછે બહુ વિધ્યરે, પીયુ મારો પધારિયા પ્રસિધ્યરે. ૧

પોખણું લઇને આવે પનોતિરે, વર પોંખિ વળી વધાવે છે મોતીરે,

સાંપટિયાં સુખ દુઃખનાં ભાંગ્યાંરે,

પિંડલિયા તે પાપ પુન્યનાં ત્યાગ્યાંરે. ર

અંતરપટ પરુ લહિ કીધું, દયા કરી દયાળે દરશન દીધુંરે,

પછે પીઉ પ્રેમે પધાર્યા છે પાટેરે, મહાસુખ મુજને આપવા માટેરે. ૩

ધન્ય ધન્ય અવસર આવ્યો છે આજરે,

મેર્ય ઘણી કરી પધાર્યા મહારાજરે,

અમ ઉપર્ય આજ અઢળ હરિ ઢળીયારે,

નિષ્કુળાનંદનો સ્વામીજી મળીયારે.૪

મૂળ પદ

સુંદરવર તોરણે પધાર્યારે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

કિરણ કેસેટ સેન્ટર, અમદાવાદ

પરંપરાગત (સ્વરકાર)
અખંડ વરનો વિવાહ
Studio
Audio
0
0