છબિલા વાલા છોડો દેવાધિદેવ દોરડોરે ૧/૧

કેસરના ભીના રાય વર મોલે પધારો એ ઢાળ.
 
છબિલા વાલા છોડો દેવાધિદેવ દોરડોરે,દિશે દોરડિયે દસ ગાંઠરે. છ.
ગાંઠ અનેક જનમની આવરીરે, તેને લાગશે લગારેક વાર રે.  છ.
કળે કળે કરીને છોડજો રે, નહિ તો તુટી જાશે નિરધાર રે.  છ. ૧
અહં દેહ અભિમાન દોરડો રે, મહા વિકટ છે વિપરીત રે.  છ.
તમે ત્રોડવાને તો તૈયાર છો રે, કાંયે રાખજો છોડવાની રીત રે.  છ.ર
પડી ગાંઠ ઘુંચાઇ ઘણા દિનનીરે, મહિ અનેક રયા છે ઉથાનરે.  છ.
નથી કાળિનાગ જે નાથશો રે, નથી દાવાનળ જે કરો પાન રે.  છ.૩
વાલા આકળે અરથ સરે નહિ રે, ધરી ધીરજ કરો વિચાર રે.  છ.
વાલા ગાંઠ છોડે તમે છુટશો રે, આંટી કાઢી જોશે આણી વાર રે. છ.૪
તે તો તમારે હાથે હરિ છુટશે રે, એમાં નથી અમારો કાંયે દોષ રે.  છ.
દયા કરીને છોડજો દોરડો રે, રખે રાંક જાણી કરો રોષ રે.  છ. પ
તમે અનેક જુગતિ આદરી રે, વિઘ્યે વિઘ્યે કરો છો વિચાર રે.  છ.
સ્વામી નિષ્કુળાનંદના સમર્થ છો રે, જો છોડો તો સહિ છે વાર રે. છ. ૬ 

મૂળ પદ

છબિલા વાલા છોડો દેવાધિદેવ દોરડોરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી