અહો આજ અમારાં હો ભાગ્ય, અમર વર વરીયા રે, ૧/૧

 વાના નવ સરિયાં એ ઢાળ.

અહો આજ અમારાં હો ભાગ્ય, અમર વર વરીયા રે,
વર સુંદર શામ સુજાણ નિરખીને નયણાં ઠરીયાં રે.                 ૧
વર નિર્ગુંણને નિરલેપ સગુણ થયા સ્વામી રે,
વર અખંડ ને અવિનાશ અકળ અંતરજામી રે.                         ર
વર અંતોલ ને રે અમાપ, થયા ન થાયે રતિ રે,
વર હરિહર અજના આધાર, પ્રકૃતિ પુરુષના પતિ રે.                ૩
વર પંડ્યે બ્રહ્માંડને પાર, અકળ ન જાય કળ્યા રે,
નેતિનેતિ કહે જે વેદ, તે તો આજ અઢળ ઢળ્યા રે.                   ૪
વર ગુરુવા ગુણને પાર, તેતો કેમ જાયે ક્યા રે,
વર અજર છે જો અજીત, પ્રીતે પ્રગટ થયા રે.                         પ
વાલે ધર્યું મનુષ્ય શરીર, જન હેત કારણે રે,
જેને દરસે પરસે પાપ જાયે, વારિ જાઉં વારણે રે.                    ૬
મારા પુન્ય તણો નહિ પાર, ભેટ્યા આજ ભાવે હરિ રે,
મળ્યા નિષ્કુળાનંદનો નાથ, મુને સનાથ કરી રે.                       ૭
 

મૂળ પદ

અહો આજ અમારાં હો ભાગ્ય, અમર વર વરીયા રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

કિરણ કેસેટ સેન્ટર, અમદાવાદ

પરંપરાગત (સ્વરકાર)
અખંડ વરનો વિવાહ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0