રૂડા હિંડોળે શ્રી હરિ મારા હિંચકે રે બદ્રી રાજકોટમાં સારી, બાંધ્યો હિંડોળો સુખકારી ૧/૧

રૂડા હિંડોળે શ્રી હરિ મારા હિંચકે રે...ટેક.
બદ્રી રાજકોટમાં સારી, બાંધ્યો હિંડોળો સુખકારી,
શોભા જોતા આંખડલી ત્યાં અટકે રે...રૂડા૦ ૧
હીંચે હરિવર રૂડી રીતે, સ્વાદી બોર જમે છે પ્રીતે,
મોહ પામે છે ભકતો વાલાને લટકે રે...રૂડા૦ ૨
સંતો ભકતો મળી ઝૂલાવે, લોકો દર્શન કરવા આવે,
જ્ઞાનજીવન કહે જુવે છે વણ મટકે રે...રૂડા૦

મૂળ પદ

રૂડા હિંડોળે શ્રી હરિ મારા હિંચકે રે

મળતા રાગ

રંગભીના રે શામળીયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી