પંચ ઇંદ્રિયે પંચ પ્રકારરે, જીવ કરેછે જુજવો આહારરે.૬/૭

પંચ ઈંદ્રિયે પંચ પ્રકારરે, જીવ કરેછે જુજવો આહારરે.
શબ્દ સ્પર્શ રસને રુપરે, લીયે નાસાયે વાસ અનુપરે. ૧
જેવો આહાર કરે આ જનરે, તેવો ગુણ પ્રગટે છે તનરે.
માટે શ્રવણે હરિ જશ સાંભળીયેરે, મળિયે તો મહામુક્તને મળીયેરે. ર
જો જોયે તો હરિ હરિજનરે, જમીયે તો ઉત્તમ જોઇ અન્નરે.
હરિ કંઠે આરોપ્યા જે હારરે, એહ સુગંધિ સારમાં સારરે. ૩
એમ રેશો વિચારી જો આપરે, નહિ લાગે તો પંચેનું પાપરે.
એમ સમજ્યા વિના ભવ ફંદરે, કહે નિષ્કુળાનંદ ગોવિંદરે. ૪

મૂળ પદ

પ્રથમ જીભાયે જાળવી જમીયેરે, તારે ગોવિંદને મન ગમીયેરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ
શિવરંજની
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
7
4