મનડે ભાવી રે સખી, મનડે ભાવી ૪/૪

મનડે ભાવી રે સખી, મનડે ભાવી;
સહજાનંદ સલુણી છબી, મનડે ભાવી.......................ટેક૦
પશ્ચિમ દેશ પધાર્યા પ્યારો, દયા દિલ લાવી;
અનંત જન ઓધાર્યા વ્હાલે, પાપ નસાવી...............મનડે૦ ૧
મુક્તિ કેરો મારગ મોટો, ચલાવ્યો આવી;
શરણાગતને સુખીયા કીધા, અમૃતરસ પાવી............મનડે૦ ૨
હરિજન હરખે સુંદર વસ્ત્ર, પ્રેમે પહેરાવી;
પાઘ મનોહર મસ્તક ધારી, તોરા લટકાવી...............મનડે૦ ૩
વેદ મગન થઇ હરિ મૂર્તિનો, મહિમા ગાવી;
દયાનંદ કહે એ મૂર્તિ મેં, દિલમાં ઠેરાવી...................મનડે૦ ૪

મૂળ પદ

હિતકારી હરિ રે, સખી હિતકારી હરિ

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઘનશ્યામ સ્નેહી
Studio
Audio
0
0