તમે રાખો તેમ રે’વુ, વાલમ મારે મારે જેમ રાખો તેમ રે'વું ૧/૧

તમે રાખો તેમ રે'વુ, વાલમ મારે જેમ રાખો તેમ રે'વું,
આપજો જ્ઞાન મને એવું...વાલમ૦ ટેક
શૂળીએ સુવારો જો કદિ મુજને રે, બચાવો એમ નથી કહેવું...વાલમ૦ ૧
ગધેડે બેસારો જો કદિ મુજને રે, ઉતારો એમ નથી કહેવું...વાલમ૦ ૨
જેલમાં પુરાવું જો પડે મુજને રે, છોડાવો એમ નથી કહેવું...વાલમ૦ ૩
થાય કદી રોગ અતિ મોટો દેહને રે, મટાડો એમ નથી કહેવું...વાલમ૦ ૪
એકજ માંગણી છે જ્ઞાનજીવનની રે, વિના સ્વારથ હરિ સેવું...વાલમ૦ ૫

મૂળ પદ

તમે રાખો તેમ રે’વુ, વાલમ મારે

મળતા રાગ

જ્ઞાનજીવનદાસજી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી