વૈરાગ્ય વસે રે જેના ઉરમાં, બળતો લાગે સંસારજી ૩/૪

વૈરાગ્ય વસે રે જેના ઉરમાં, બળતો લાગે સંસારજી;
	અરુચિ રહે સદા અંતરે, મિથ્યા માયિક વિચારજી...વૈરાગ્ય૦ ૧
નારીને ગણે રે નિશ્ચે નાગણી, સગાં શત્રુ સમાનજી;
	વ્યવહાર વિખસમ ત્રેવડે, પ્રભુ ભજવામાં તાનજી...વૈરાગ્ય૦ ૨
રમણિક પદારથે રાજી નહિ, કરે દેહ નિરવાહજી;
	ચૌદ લોકમાં ચિત્ત નહીં, હરિચરણની ચાહજી...વૈરાગ્ય૦ ૩
ભાવિક ભોગ મિથ્યા ગણે, કોઈને ચિંતવે ન ચિત્તજી;
	હરિ મૂરતિમાં એક મન રહે, વૈરાગ્યવંતની એ રીતજી...વૈરાગ્ય૦ ૪
અષ્ટ સિદ્ધિ નવ નિધિને, અંતર ઇચ્છે ન લેશજી;
	મુક્તિ ચતુરધા મેલીને, હરિ સેવે હંમેશજી...વૈરાગ્ય૦ ૫
જ્ઞાને જુક્ત વૈરાગ્યની, વાત લેજો વિચારીજી;
	દયાનંદ કહે જેને ઊપજે, તેને થાય સુખ ભારીજી...વૈરાગ્ય૦ ૬
 

મૂળ પદ

સ્વપ્નું સમજો રે આ સંસારને, દુ:ખ દરિયો વિશાળજી

મળતા રાગ

જંગલો

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
5
0