પ્રીતે ભજો રે પરબ્રહ્મને, સ્વામી સહજાનંદજી;૪/૪

પદ-૪ ૮
પ્રીતે ભજો રે પરબ્રહ્મને, સ્વામી સહજાનંદજી;
નિજ આત્મરૂપ માનતાં, થાય અતિ આનંદજી.........પ્રીતે૦ ૧
કાળનું ભક્ષ સર્વે જાણીને, કીટ બ્રહ્મા પર્યંતજી;
હરિજન હરિપ્રતાપથી, રહે નિર્ભય નિશ્ચિંતજી...........પ્રીતે૦ ૨
નિજ નજર કટાક્ષથી, જીવ ઉપજે અનંતજી;
પાળે હરિ તેને પલકમાં, એવા મોટા ભગવંતજી.......પ્રીતે૦ ૩
પરાત્પર જેને કહે, વેદવાણી પોકારીજી;
તે અક્ષરવાસી વહાલમો, વિચરે નરતનુ ધારીજી......પ્રીતે૦ ૪
સમર્થનું શરણ ગ્રહી, નબળા થાય બળવંતજી;
કામાદિક શત્રુ જીતીને, બને શૂરવીર સંતજી..............પ્રીતે૦ ૫
કોટિ સાધન કરે સામટાં, તોય મળે ન શ્યામજી;
દયાનંદ કહે ભેટી ભક્તને, લઇ જાવે નિજ ધામજી.....પ્રીતે૦ ૬

મૂળ પદ

સ્વપ્નુ સમજો રે આ સંસારને, દુઃખ દરિયો વિશાળજી;

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0