એક વાત વળી સાંભરી છે સારીરે, ૬/૧૨

એક વાત વળી સાંભરી છે સારીરે, કહું વિવિધ પ્રકારે જો વિચારીરે
એક બાવરો બેસાર્યો વળી વાણેરે, માન્યું મુરખ પડ્યો હું બંધિખાનેરે
ચડ્યોફેર ને દીઠું છે સર્વે ફરતુંરે, માન્યું મનમાં એ પામ્યો હવે મૃત્યુંરે. 
થયો આકળો અભાગી લાગી લેરીરે, ખરા ખારવા વિશેષે જાણ્યા વેરીરે
ચડી ડોલ ને દીઠું છે દુઃખદાઇરે, મારી ઠેક છેક પડ્યો પાણીમાંહીરે. 
એમાં દોષ કહો કેને હવે દઇયેરે, મળ્યો સતસંગ તરી તજી જઇયેરે. 
તજી સુખ પડ્યો દુઃખ દધિમાંઇરે, એમ કાર્યમાં ન જાયે કચવાઇરે. 
સર્વે સુખ દુઃખ વાણનું જો સહિયેરે, કહે નિષ્કુળાનંદ પાર્ય થૈયેરે. 

મૂળ પદ

વાય વાય જો કુમતિ મતિ તારી રે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી