અહો આશ્ચર્ય વારતા એક જ છે જો૧/૪

 રાગ ગરબી પદ-૧ ર૪૪

અહો આશ્ચર્ય વારતા એક જ છે જો
સારો સાંભળ્યા સરખો વિવેક છે                       જો. ૧
હરિ હેતે તે અમ ઘેર આવીયા જો, 
મારે મન તે મોહનજી ભાવીયા                        જો. ર
મુને દયાળું દયાળે દયા કરી જો, 
વાલો મુને બોલાવે ફરી ફરી                            જો. ૩
તારે માલમે મુજમાં જાણીયુંજો, 
એમ જાણીને અભિમાન આંણીયુ                      જો. ૪
તેની જુકિત જીવનજીયે જોયેને જો, 
ક્યું મુજને ન ક્યું બીજા કોયને                         જો. પ
મારા ગુણ તણી જે હતી ગાંઠડી જો, 
ઓળખાવી તે અંતરની આંટડી                        જો. ૬
તારે માન તે ગળ્યું છે સખી માહેરું જો, 
હરિ જુવે અંતર કહે બાહેરું                                જો. ૭
નવા જોયા અવગુણ મારા એકના જો, 
પાળું બરદ ગ્રહિ હરિ ટેકને                               જો. ૮
ભલા ભેદુ મળ્યાછે સખી મુજને જો, 
કહું સાચું હતું તેવું તુજને                                  જો. ૯
આજ ઓઘ વળ્યાછે આનંદના જો, 
મળ્યા સ્વામી તે નિષ્કુળાનંદના                       જો. ૧૦

મૂળ પદ

અહો આશ્ચર્ય વારતા એક જ છે જો

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી