આજ અતિ આનંદ મારા અંગમા જો, ૩/૪

 આજ અતિ આનંદ મારા અંગમા જો, 

હરિ આવી મળ્યા ઉછરંગમા                        જો. ૧
હરિ એકમેક થયા અંગો અંગે                       જો, 
હું તો રંગે રમી જો શામ સંગે                        જો. ર
બાથે ભીડી મેં કાયા કોમળને                        જો, 
કોણ આવે તોલ્યેજો તેહ પળને                    જો. ૩
મારા મનના મનોરથ પુરીયા                       જો, 
ભાવે ભેટ્યા ને ભાવે ભાવ જો પુરા થયા   જો. ૪
આપ્યું સુખ તેની ઓછપ જો રાખી નહી       જો, 
હતી હોસ્ય જે હૈયે તે પુરી થઇ                     જો. પ
મુને મગન કરી રસ પાઇને                         જો, 
અંગે આવ્યો તે રંગ જણાઇને                      જો. ૬
સહી ઉપમા આપું તે આ સુખને                   જો, 
ટાળ્યા અનેક જનમના દુઃખને                    જો. ૭
ધન્ય ધન્ય જીવન મારું જાણીયું                  જો, 
મેં તો સુખ મોહનજીનું માણીયું                    જો. ૮
ધન્ય ધન્ય અવસર આજનો                       જો, 
મુને મળ્યો સંજોગ મહારાજનો                    જો. ૯
કર્યા શામે જો સનાથ અનાથને                    જો, 
મળ્યા નિષ્કુળાનંદના નાથને                      જો. ૧૦
 

 

મૂળ પદ

અહો આશ્ચર્ય વારતા એક જ છે જો

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી