મહાન મંત્ર વ્હાલો બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ૧/૧

મહાન મંત્ર વ્હાલો બોલ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
સુણતા ભકતો ભાન ભૂલ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
પ્રેમપ્રદાતા..સ્વા૦ આનંદ દાતા..સ્વા૦ સર્વનાપિતા..સ્વા૦ ટેક.
મૂર્તિ ધારી મુક્તો બોલે..સ્વા૦ (૨)
સ્નેહે સંતો ભકતો બોલે..સ્વા૦ (૨)
સર્વનિયંતા..સ્વા૦ શત્રુંનેહંતા..સ્વા૦ સન્મતિદાતા..સ્વા૦ ૧
સર્વે આ બ્રહ્માંડો બોલે..સ્વા૦ (૨)
સર્વે ધામના ધામી બોલે..સ્વા૦ (૨)
બુદ્ધિપ્રદાતા..સ્વા૦ કરતા હરતા..સ્વા૦ હરતા ફરતા..સ્વા૦ ૨
જન જનના મન મનમાં ગુંજે..સ્વા૦ (૨)
ધરતીના કણ કણમાં ગુંજે..સ્વા૦ (૨)
મોક્ષપ્રદાતા..સ્વા૦ ભાગ્યવિધાતા..સ્વા૦ કરુણાકર્તા..સ્વા૦ ૩
પંખીના કલરવમાં ગુંજે..સ્વા૦ (૨)
ઝરણાનાં કલકલમાં ગુંજે..સ્વા૦ (૨)
દર્શન દેતા..સ્વા૦ દુઃખને લેતા..સ્વા૦ સુખને દેતા..સ્વા૦ ૪
ઉત્સવ દ્વારા ગુંજી રહ્યું છે..સ્વા૦ (૨)
કુંડળ ધામે ગુંજી રહ્યું છે..સ્વા૦ (૨)
સર્વમા વસતા..સ્વા૦ મંદમંદ હસતા..સ્વા૦ જ્ઞાનના દાતા..સ્વા૦ ૫

મૂળ પદ

મહાન મંત્ર વ્હાલો બોલ્યા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
કાંતિભગત

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Studio
Audio
0
0