એક આચરજ સરખું રે કે અમને લાગે છે, તારી મૂરતિ જોતાં ૭/૩૨

એક આચરજ સરખું રે કે અમને લાગે છે;
	તારી મૂરતિ જોતાં રે કે કામના ભાગે છે...૧
તારા મુખને મરકલડે રે મન મારું ગયું ગળી;
	વ્રેહ દાઝ દલની રે કે ત્રિકમ તર્ત ટળી...૨
તારાં નયણાંને ચાળે રે કે ચિત્ત મારું ચોર્યું છે;
	મીઠું બોલીને મોહન રે કાળજ મારું કોર્યું છે...૩
તારા હાથને લટકે રે કે મન મારું મોયું છે;
	કરી કરુણાની દૃષ્ટિ રે સામું તમે જોયું છે...૪
તારી મૂરતિ મોહન રે ચિંતવતાં ચિત્ત માંયે;
	મારા દલડાની દાઝયું રે સમીને શિતળ થાયે...૫
બીજે કોટી ઉપાયે રે શાંતિ નવ થાય સહી;
	માટે મૂકીને દીધું રે ગોવિંદ વિના ગમે નહીં...૬
બીજો આળ પંપાળ રે કે પ્રગટ પિયુ વિન્યા;
	સુખ ના’વે શરીરે રે કે ઊલટો થાયે અન્યા...૭
તે તો કેદી ન કરીયે રે કે તમને મૂકી હરિ;
	સ્વામી નિષ્કુળાનંદના રે એવી મારે આંટી ખરી..૮
 

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

મળતા રાગ

ઢાળ : મેં તો સગપણ કીધું રે

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી