આજ બસો વર્ષોના વાણા વાય ગયા સ્વામિનારાયણ પ્રગટ્યો મંત્રરાજ રે ૧/૧

આજ બસો વર્ષોના વાણા વાય ગયા, 
સ્વામિનારાયણ પ્રગટ્યો મંત્રરાજ રે, ફણેણી ગામે;
પ્રગટાવ્યો પોતે મારા વાલમે.
આજ ઉત્સવ દ્વિશતાબ્દિનો થાય છે, 
આજ મંત્ર મહોત્સવ ઉજવાય છે;
નાના મોટા નાચે કૂદે આજ રે, શ્રી કુંડળધામે;
ઉત્સવ અનેરો ઉજવાય છે...                                                          ટેક.
આ મંત્રથી બેઠા થાય મડદા, આ મંત્રથી શત્રું ખાય હડદા;
એવો છે આ પ્રતાપી મંત્રરાજ રે ફણેણી ગામે...                              ઉત્સવ૦ ૧
આ મંત્રથી મૂળમાયા ભાગશે, આ મંત્રથી ભકિત જ્ઞાન જાગશે, 
સર્વોપરિ રીઝ્યા મહારાજ રે; શ્રી કુંડળધામે...                                ઉત્સવ૦ ૨
આ મંત્ર ગાજે છે શહેરગામમાં, આ મંત્ર બ્રહ્માંડો ને ધામમાં;
સૌ જપે છે સ્વામિનારાયણ આજ રે; ફણેણી ગામે...                        ઉત્સવ૦ ૩
આ મંત્રથી સમાધિઓ થાય છે, આ મંત્રથી મોક્ષ ઝટ થાય છે;
આપે સર્વ સુખનો સમાજ રે; શ્રી કુંડળધામે...                                  ઉત્સવ૦ ૪
આ મંત્રથી ભૂત ભાગી જાય છે, આ મંત્રથી રાગ-દ્વેષ જાય છે;
ઉતરે કાળા નાગનું ઝેર આજ રે; ફણેણી ગામે...                              ઉત્સવ૦ ૫
આ મંત્રથી કરોને ઉપાસના, આ મંત્રથી ટળે બધી વાસના;
ઝટ મળે છે મોંઘા મહારાજ રે; શ્રી કુંડળધામે...                                ઉત્સવ૦ ૬
આ મંત્ર જપોને તેલ ધાર જેમ, આ મંત્ર જપ્યો જેણે જેણે એમ;
જ્ઞાનજીવન તે પામ્યા સુખરાજ રે; ફણેણી ગામે...                            ઉત્સવ૦ ૭ 

મૂળ પદ

આજ બસો વર્ષોના વાણા વાય ગયા

મળતા રાગ

આજ સો સો વર્ષોના વાણા.

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી