કપટ સંદેશોરે કાનવર શીદ કાવ્યો, ૨૦/૩૨

કપટ સંદેશોરે કાનવર શીદ કાવ્યો, 
મેલી કપટ મનનોરે વાલા વેલા વૃજ આવો. 
જેમ કેશો તેમ કરશુંરે સખી અમે સર્વે મળી, 
આંટી ટાળી અંતરનીરે વાલા હવે આવો વળી. 
મૈ માખણ ખાજોરે પીજો પય પેટ ભરી, 
જૈ જસોદા આગળરે હવે નહીં કઇ હરિ. 
એતો ભુલ્ય અમારીરે તમારી જે રાવ કરી, 
આજની શિખી અમેરે હવે નહિ બોલું ફરી. 
રોષ તજી રુદાનોરે શામળાજી સાર્‌ય કરો, 
વ્રેહ દાઝ દલનીરે હરિવર આવી હરો. 
તમ વિન્યા અમનેરે અંતર અંગેઠી જળે, 
તેણે દીસું દીવાનીરેકારણ કોયે નવ્ય કળે. 
તેની નથી તમારેરે વેદના અમારી વળી, 
અમ થકી અનોપમરે કે કુબજ્યા કેવી મળી. 
સારું સુખ શામળીયારે મળ્યું જો મથુરાંમાંયે, 
સ્વામી નિષ્કુળાનંદનારે હવે શિદ આવો આંયે. 

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી