વેઠની વેઠની વેઠની રે તારે માથે છે ગાંસડી વેઠની૧/૧

 વેઠની વેઠની વેઠની રે તારે માથે છે ગાંસડી વેઠની...ટેક.
	માથે છે ગાંસડી ને પગ ઉઘાડા, લૂ વાય છે વૈશાખ જેઠની રે-તારે૦ ૧
બીજાની હોય તો પડતી મેલી દે, એ છે સંસારિયા શેઠની રે-તારે૦ ૨
	જમવા બેસે ત્યારે જોડે મારે છે, નારી મળી છે તુંને ઠેઠની રે-તારે૦ ૩
પૂર્વનાં પ્રગટયાં બે ચાર બાળકો, પીડા પડી છે તેના પેટની રે-તારે૦ ૪
		નિષ્કુળાનંદ કહે માન કહ્યું મારું, હૂંડી સ્વીકારી દઉં ઠેઠની રે-તારે૦ ૫
 

મૂળ પદ

વેઠની વેઠની વેઠની રે તારે માથે છે ગાંસડી વેઠની

મળતા રાગ

આવજો આવજો આવજો રે વાલા

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી