ગોકુળીયું ગિરધર રે ઘેલું તમે કીધું છે, ૨૯/૩૨

ગોકુળીયું ગિરધર રે ઘેલું તમે કીધું છે, વાટે ઘાટે વનમાંરે કે લૂટીને લીધું છે. 
બીજું કાંયે ન શિખ્યારે કે શિખ્યા છળ ચોરી, એમાં થાશે ફજેતીરે કે માનજો વાત મોરી. 
તારા મનની મેં જાણીરે જે વરી થાઉં વરરાજો, એ વાતની વાલમ રે ખાંડ રૂડી લૈ ખાજો. 
એવી હોસ્ય હૈયામાંરે કે નટવર નવ્ય ધરીયે, જોઇ અંગ પોતાનુંરે પછે ઉમંગ કરીયે. 
તમે કળા કપટીરે કે હું છઉં ગોરી ઘણું, શું જોઇને સગપણરે થાયે મુજ તુજ તણું. 
શિદ સાન કરો છોરે કે નયણાનો ચાળો, 
સ્વામી નિષ્કુળાનંદનારે ભોળું એવું નહીં ભાળો. 

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી