કોડીલાકાંન કોડજો ઘણોછે મારા મનને.કો.૪/૮

કોડીલાકાંન કોડજો ઘણોછે મારા મનને.કો.વારી વારી જોઉં વદનને.  કો. ૧
સોનેરી શિરપાવ શિર જોઇને.કો.છોગલે છબીયે રઇ મોઇને. કો. ર
ગુલાબ ફેંટો જો વિંટયો ઉપરયે.કો.પાઘડી શોભેછે જો પેર્યે પેર્યે. કો. ૩
ગળે મણિમાળ જામો જરકશી.કો.સોનેરી કીણે કમર લૈકશી. કો. ૪
સુરવાલ ચાલ ચાલ્યે ચળકે .કો.અંગો અંગ આભુક્ષણ ઝળકે. કો. પ
પાવલે પેરી ચમકે ચાંખડી.કો.તમને જોઇ ઠરેછે આંખડી. કો. ૬
નાથજી રેજો હો મારાં નેણમાં.કો.નિમિષ ન ભૂલું દિન રેણમાં. કો.૭
નિષ્કુળાનંદના હો નાથજી.કો.મારી તમે આથ્ય ને મિરાંથ્યજી. કો. ૮

મૂળ પદ

રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી

મળતા રાગ

ગરબી ઢાળ : આવોને ઓરા છેલછબીલા

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી