આજ અવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ ૧/૧

આજ અવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ                   શ્રી હરિ

જેને મોટા મુનિવર ગોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ                            શ્રી હરિ
જેનું અક્ષર બ્રહ્મ એવું ધામ છે, સ્વામી સહજાનંદજી જેનું નામ છે, 
તેજ ભક્તિ ધર્મના પુત્ર પુરુષોત્તમ સ્વામિનારાયણ                              શ્રી હરિ
રામ કૃષ્ણાદિ રૂપ જેણે ધાર્યા, બહુ દુનિયાના દુષ્ટો સંહાર્યા, 
કામ ક્રોધાદિ દોષો નિવાર્યા, પુરુષોત્તમ સ્વામિનારાયણ                       શ્રી હરિ
ધર્મ ભકિતનાં રૂપ જેણે સ્થાપ્યાં, મોહ માયાના મુળીયા કાપ્યાં, 
પ્રેમી ભક્તોને સુખ બહુ આપ્યાં પુરુષોત્તમ સ્વામિનારાયણ                 શ્રી હરિ
બહુ પ્રગટ પરચા બતાવ્યા, કઇક ધામમાં જઇને પાછા આવ્યાં
ત્યાંની ચીજો અલૌકિક લાવ્યા, પુરુષોત્તમ સ્વામિનારાયણ                  શ્રી હરિ
જેને વેદો વદે છે નેતિનેતિ કહી શકે નહીં મહીમાં અથેતી, 
થાકે શારદા જશ જેનો કેતી, પુરુષોત્તમ સ્વામિનારાયણ                       શ્રી હરિ
નિજ ભક્તોને તેડવાને આવે, બેસી વિમાને ધામમાં સીધાવે, 
એવો બીજો દયાળુ કોણ કાવે, પુરુષોત્તમ સ્વામિનારાયણ                    શ્રી હરિ
કીધો પ્રગટનો મહિમાં વિચારી, જેવી પહોંચી મતિ તેમાં મારી, 
કહે વર્ણી શ્રીજીને સંભારી, પુરુષોત્તમ સ્વામિનારાયણ                          શ્રી હરિ
 

મૂળ પદ

આજ અવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ

મળતા રાગ

આજ કળીયુગમાં પરચા પૂરે પ્રભુજી

રચયિતા

વર્ણી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
કાંતિભગત

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0