તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી૧/૨૪

હુંસે હુંસે આવી હેરણાં હેરોરે હરિવર હુંસીલા, ઢાળ.

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી;
કરું હેત તે નાવે કાંયે કયેરે.હ.૧
તમે ખબર લીધીછે મારી ખરીરે.હ.
મારી વિઠલ વાલમ વાર કરીરે.હ. ર
મારું સગપણ થયું તમ સાથેરે.હ.
તમે હેત કરી હરિ ગ્રહિ હાથેરે.હ. ૩
તમે પીયુજીપોતાના જન જાણીરે.હ.
તમે મોહન મુખનું રાખ્યું પાણીરે.હ.૪
મારે લાડીલાજીછે તમે પ્રત્યે લેણુંરે.હ.
ભાંગ્યું ભવોભવનું મળી મેણુંરે.હ. પ
કરી સરવે સખીમાં સમોતીરે.હ.
આજ સર્વે સુખની સેજે સૂતીરે.હ. ૬
તમે મળતાં મળ્યું સુખ મોટુંરે .હ.
મારું ચિત્ત તમ ચરણે ચોટયુરે.હ. ૭
મારા વાલમ ઉપર જાઉં વારીરે.હ.
સ્વામી નિષ્કુળાનંદના સુખકારીરે.હ.૮

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી