ધર્મદેવ આ પુત્ર તમારો સર્વોપરિ સુખકારી રે અવતાર સર્વે થાય આમાંથી ૧/૧

ધર્મદેવ આ પુત્ર તમારો, સર્વોપરિ સુખકારી રે;
અવતાર સર્વે થાય આમાંથી, પોતે છે આ અવતારી રે..ધર્મદેવ૦ ૧
અક્ષર પર પુરુષોત્તમ પોતે, સાકાર મૂર્તિ પ્યારી રે;
તમારે આંગણે પ્રગટ થયા છે, કેવળ કરુણા ધારી રે..ધર્મદેવ૦ ૨
આગમ નિગમ સર્વે શાસ્ત્રો, ગાય છે જેને પોકારી રે;
એ જ તમારો ઘનશ્યામ જાણો, સાચુ માનો નરનારી રે..ધર્મદેવ૦ ૩
સહુને સુખિયા કરશે સુખાળો, સર્વોપરિ દઇ જ્ઞાન રે;
કરુણા કરીને આવ્યા છે પોતે, સર્વોપરિ ભગવાન રે..ધર્મદેવ૦ ૪

મૂળ પદ

ધર્મદેવ આ પુત્ર તમારો

મળતા રાગ

જુઠી માયા કાયા પણ જુઠી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી