અમે ગુણ જોઇ ઘેલાં થયાંરે, ગિરધર ગુણવંતા૨૦/૨૪

અમે ગુણ જોઇ ઘેલાં થયાંરેગિરધર ગુણવંતા.           

અમે કુળનાં કામનાં ન રયાંરે.                              ગિ. ૧

મુને ઘરનાં કામ ન ગમેરે.                                   ગિ.

મારું મન ચિત ચોરયું તમેરે.                               ગિ. 

હું તો ઘેલી ફરું છું ઘરમાંયેરે                                ગિ.

મુને કામ ન સુજે કાંયેરે.                                       ગિ. ૩

હું તો વ્યાકુળ થઇ વાલારે.                                   ગિ.

નયણે નરખવા નંખલાલારે.                                 ગિ. ૪

મુને સંસારનું સુખ ન સુહાયેરે.                             ગિ.

મુને ઘડી એક જુગભર જાયેરે.                             ગિ.પ

મારું મન તલફે તમ કાજરે.                                 ગિ.

મન મળવાને મહારાજરે.                                      ગિ. ૬

આવો અલબેલા અમ પાસરે.                              ગિ.

પુરો પીયુજી અમારી આશરે.                               ગિ. ૭

મુને લાલચ્ય લાગી તમારીરે.                             ગિ.

તમ સાથે થઇ પ્રીત અમારીરે.                            ગિ.૮

તમે નિષ્કુળાનંદના નાથરે.                                  ગિ.

આવી મળો સ્વામી અમસાથરે.                           ગિ.૯

 

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી