તમે હરિવર હેતે કરી હલ્યારે, હેતના હોંસિલા.૨૪/૨૪

તમે હરિવર હેતે કરી હલ્યારે, હેતના હોંસિલા.

તમે અમ સાથે અઢળક ઢળ્યારે. હે. ૧

તમે દયા કરી દર્શન દીધાંરે. હે.

તમે પ્રેમે કરી મઇડાં પીધાંરે. હે. ર

તમે સેજડીનાં સુખડાં આપ્યાંરે.હે.

મારા દલડાના દુઃખડાં કાપ્યાંરે. હે. ૩

તમે હેતે હરિ આવો છો હસીરે. હે.

દીધાં સુખ હરિ સનમુખ બેસીરે. હે. ૪

મુને અબળા જાણી એકેલીરે. હે.

તમે મૈ મારાં મથ્યા માન મેલીરે. હે. પ

તમે ગાવડી દોઇ વછ વાળ્યાંરે. હે.

અમે હેતના ભર્યા હરિ ભાળ્યારે. હે. ૬

મારા મંદિરના કામ શામ કીધાંરે. હે.

વળી અલબેલા આલિંગન લીધાંરે. હે. ૭

તેણે આનંદ આઠો પોર અંગેરે. હે.

વળી આવી રમોછો અમ સંગેરે. હે. ૮

તેણે મગન રહીછું મનમાંયેરે. હે.

સ્વામી નિષ્કુળાનંદના સુખદાઇરે. હે. ૯

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી