અમે લાલ લટકે લોભ્યાં, પીયુ પાતળારે૪/૮

 અમે લાલ લટકે લોભ્યાં, પીયુ પાતળારે

જોઇ શામ તમારી શોભા.                                                         પીયુ પાતળારે.૧
સર્વે પેર્યે દીઠા પૂરા. પિ. નથી અલબેલા અધુરા.                    પિ. ર
મિટયે ચડી તે ન મેલી. પિ. કરી ગિરધર મુને ઘેલી.               પિ.૩
નિરખ્યા કામણ ગારા નેણ. પિ. મુખે મરમાલા છે વેણ.           પિ.૪
મુને વાત કરીને વાળી. પિ. મને વસ્ય કરી વનમાળી.            પિ. પ
હું તો હારિ દોરિ હાલું. પિ. મારા મનમાં મગન માલું.              પિ. ૬
તમે મન ગમતા વર મળીયા. પિ. મારા સર્વે સંકટ ટળીયા.    પિ. ૭
મળ્યા નાથ નિષ્કુળાનંદના. પિ. આજ ઓઘ વળ્યા આનંદના. પિ. ૮
 

મૂળ પદ

તમે લટકાળા છો લાલ, સુંદર શામળા રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી