સખી જોને આ વરરાય સાથ હરિવર શોભતા ભાગ્યવાન છે ઉત્તમરાય, શ્રીજીને મને ગમતા ૧/૧

સખી જોને આ વરરાય સાથ, હરિવર શોભતા,
ભાગ્યવાન છે ઉત્તમરાય, શ્રીજીને મને ગમતા...ટેક.
શું હું ભાગ્ય વખાણું જસુબાઇના,
પરણ્યા ભકત મળ્યા ભગવાન, આનંદ અંગે અંગમાં...સખી૦ ૧
સખી ભાગ્ય હોય તો હરિ મળે,
થાય મોક્ષ આનંદ અપાર, જીતી જાય જગમાં...સખી૦ ૨
આવા પુણ્ય નહીં જગે કોઇના,
મળ્યા સંસારે સહજાનંદ, આનંદ વધામણા...સખી૦ ૩
સખી વ્હાલા છે જે ભકતો વ્હાલાને,
તેને તેડાવીને નિજ પાસ, સુખ આપે બમણા...સખી૦ ૪

મૂળ પદ

સખી જોને આ વરરાય સાથ

મળતા રાગ

હેલી જોને આ નંદકુમાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાનપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0