છળ કરી છબિલો છપિ ગયાજો, જુવતિને કરૂં નહીં જાણજો, ૬/૮

છળ કરી છબિલો છપિ ગયાજો, જુવતિને કરૂં નહીં જાણજો,વ્યાકુળ થઇ છે વ્રજ વિનતાજો, જોવા લાગી જીવન પ્રાણજો. છ. ૧
ઘેલી થઇ પૂછે વન વેલ્યનેજો, હરણી તું દેને હરિની ભાળ્યજો,કામી એક સંગે લઇ સુંદરીજો, નાશી ગયો નંદનો ગોવાળજો. છ. ર
પૂછતાં પામી છે પીયુ પગલુંજો, ઓળખી છે ઉર્ધવરેખા અંકજો,આજો બાઇ જોડ્યે જાયે જુવતિજો, નારી સંગે રમ્યો છે નિઃશંકજો. છ.૩
આ જો આંયે વેણી ગુંથી વાલમેજો, સારાં ફૂલ વિણ્યાં છે સુગંધજો,ઇયાંથી પગલું આવ્યું એકનું જો, ત્રિકમે તેડી છે તેને કંધજો. છ. ૪
વૃક્ષ ડાળ્યે વલગાડી વિનતાજો, વિઠલજી ગયા વલી વાયેજો,ભોમ્ય વ્યોમ વિચે રહી વિનતાજો, અધવચ્ય તરુવે ટિંગાયેજો. છ. પ
વિનતા કરેછે બહુ વિનતીજો, કીયાં મુને મુકી ગયા કાનજો,નિષ્કુળાનંદના સ્વામી શામળોજો, માનુનીનું ગળીયું છે કાંયે માનજો. છ. ૬ 

મૂળ પદ

વનમાં વાગે છે રૂડી વાંસળી જોં વગાડે છે શામળીયો સુજાણ જો,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી