વરઘોડો વરઘોડો વાલમજીનો વરઘોડો હાલો જોવાને સહુ દોડો, વાલમજીનો વરઘોડો ૧/૧

વરઘોડો વરઘોડો વાલમજીનો વરઘોડો,
હાલો જોવાને સહુ દોડો, વાલમજીનો વરઘોડો...ટેક.
રૂપાળી મૂર્તિ લાગે છે પ્યારી, શોભા શ્રીજીની સર્વેથી ન્યારી,
શ્રીજીમાં ચિત્તડું જોડો...વાલમજીનો૦ ૧
સર્વેનાં કારણ સર્વે નિયંતા, સર્વેના શ્રી હરિ છે માત-પિતા,
મુખડા શીદને મોડો...વાલમજીનો૦ ૨
જ્ઞાનજીવન કહે ભાગ્ય જાગ્યા છે, સહજાનંદ હરિ હાથ લાગ્યા છે,
હવે ભૂલ્યે ના છોડો...વાલમજીનો૦ ૩

મૂળ પદ

વરઘોડો વરઘોડો વાલમજીનો વરઘોડો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0