ફરીવાર વ્હાલા દીન દયાલા આવજો અમારે દેશ વાટડી જોતા રહેશું રોતા ૧/૧

ફરીવાર વ્હાલા દીન દયાલા, આવજો અમારે દેશ રે,
વાટડી જોતા રહેશું રોતા..આવજો૦ ટેક.
હરિવર અમને ભૂલી ન જાતા, આવીને આવી રાખજો મમતા,
ભાગ્ય અમારા દર્શન દીધા...આવજો૦ ૧
સર્વોપરિ હરિ મળો જ ક્યાંથી, મળ્યા છો વ્હાલા કેવળ દયાથી,
અમે છીએ હે હરિ તમારા...આવજો૦ ૨
આ મૂર્તિ આ સ્નેહ ના ભૂલાય, હરિવર ગયા છો હૈયે કોતરાય,
જો જો વ્હાલા મોડું ન કરતા... આવજો૦ ૩
બહુ સુખ દીધા ને ન્યાલ કરી દીધા, માયા મુકાવીને મૂર્તિમાં લીધા,
જ્ઞાનજીવન કહે સંતોની સાથે...આવજો૦ ૪

મૂળ પદ

ફરીવાર વ્હાલા દીન દયાલા

મળતા રાગ

ધીરજ ધર તૂં અરે અધીરા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાનપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
2