વડતાલે વડતાલે, આવ્યા છે હરિ વડતાલે ચાલો સામૈયે સહુ વ્હાલે ૧/૧

 વડતાલે વડતાલે, આવ્યા છે હરિ વડતાલે;
	ચાલો સામૈયે સહુ વ્હાલે...આવ્યા૦ ટેક.
સંતોની સાથે શ્રીજી પધાર્યા, સર્વે જનોના આનંદ વધાર્યા;
	ચાંદલો કરો હરિ ભાલે...આવ્યા૦ ૧
હસતું મુખડું વ્હાલાનું શોભે, જોઈ જોઈ મનડું અતિશે લોભે;
	શોભે ટીબકડી ગાલે...આવ્યા૦ ૨
જ્ઞાનજીવન કહે વગાડો વાજાં, હૈયાના આનંદે મેલી છે માજા;
	માણકી રૂમઝૂમ ચાલે...આવ્યા૦ ૩
 

મૂળ પદ

વડતાલે વડતાલે, આવ્યા છે હરિ વડતાલે

મળતા રાગ

વરઘોડો વરઘોડો વ્હાલમજીનો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી