તમ સાથે મોહન મલતાંરે, ઘરનાને ઘણી દાઝ, ૩/૮

તમ સાથે મોહન મલતાંરે, ઘરનાને ઘણી દાઝ,

લોસિકેછે વચન લાગતાંરે, વર તારો વૃજરાજ. ૧

નથી સાસુડી નણંદનેરે, પરણ્યા ને પરતિત,

ગાળ્યું બોલે છે ગલે ગાજતાંરે, નાખી આલ્યું નિત.ર

ઘોળ્યો પરો ધંધો ઘરનોરે, કડવા થયાં છે કામ,

તમ વિન્યા ત્રણ્ય લોકમાંરે, નથી ઠરવા ઠામ. ૩

પરણ્યો હોય તો પરહરિયેરે, મન માન્યો ન મુકાયે,

રવિ ચલે પશ્ચિમ પ્રગટેરે, સાહેર જો સુકાયે. ૪

એવી આંટી વળી અંતરેરે, જેમ પટોળે ભાત્ય,

ટાળી ટળે કેમ કોયનીરે, મન માન્યાની વાત. પ

ભાવી ગયા છો ભીતરેરે, શામળીયા સુંજાણ,

વાલા નિષ્કુળાનંદનારે, મારા જીવન પ્રાણ. ૬

મૂળ પદ

મીઠા બોલ્‍યા હો માવજીરે, મીઠડાં તારાં વેણ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી