કામણગારા છો કાનજીરે, કામણગારાં નેણ, ૫/૮

 કામણગારા છો કાનજીરે, કામણગારાં નેણ,

કામણગારી કરી વાતડીરે, મન કર્યુંછે મેણ.

ભાલ ભ્રકુટીને નાસિકારે, કામણના છે કોટ,

વાંકી નજરે વિલોકતાંરે, લઇ કરી લોટ પોટ.

કામણગારા છે કરનારે લટકાં તારાં લાલ,

પેખે હરે છે જો પ્રાણનેરે, ચિત ચોરે છે ચાલ.

નખ શિખા નિહાળતાંરે, કામણીયા છે ક્રોડ,

ત્રિકમ તમારી ત્રિલોકમાંરે, જોતાં ન મળે જોડ.

અંગોઅંગે અમે ઓળખ્યારે, કામણગારા કાન,

મન હરવાને જનનાંરે, તનમાં છે કાંઇ તાન.

જેજે ચડ્યા તારી ચોટમાંરે, આવીને અવિનાશ,

નાથ નિષ્કુળાનંદનારે, તેણે તજી બીજી આશ.

મૂળ પદ

મીઠા બોલ્‍યા હો માવજીરે, મીઠડાં તારાં વેણ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી